ODK અંતર્ગત તાલીમ કાર્યક્રમ – બોલુંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
આજ રોજ ODK સર્વે અંતર્ગત તાલીમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બોલુંદરા ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં માનનીય નાયબ મામલદારશ્રી કમલેશભાઈ રાઠોડ, સરપંચશ્રી પ્રતિકભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચશ્રી દિપેન્દ્રભાઈ રાઠોડ, તલાટી સાહેબશ્રી ઇલેશભાઈ લીંબચિયા, રેવન્યુ તલાટી શ્રી કિર્તિભાઈ પંડ્યા, સુપરવાઈઝર જશોદાબેન તેમજ ગામની આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત બોલુંદરા સહિત આજુબાજુના ગામોના આશાવર્કર બહેનો અને આરોગ્યકર્મીઓ પણ તાલીમમાં જોડાયા હતા.
તાલીમ દરમ્યાન ODK (Open Data Kit) વિષયક જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને સૌએ સક્રિય ભાગ લીધો.