એ.જી.કે. વ્યાસ હાઇસ્કુલ, બોલુંદરા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો
બોલુંદરા, તા. ૨૯ ઑગસ્ટ ૨૦૨૫, શુક્રવાર
શ્રી બોલુંદરા કેળવણી મંડળ સંચાલિત એ.જી.કે. વ્યાસ હાઇસ્કુલ, માણેકબેન એસ. ઉચ્ચતર માધ્યમિક શાળા તથા શ્રીમતી અરવિંદાબેન ડી. શાહ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.
આ પ્રસંગે MY BHARAT-INDIA ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ પરમાર તથા વોલન્ટિયર ચકુબા ચૌહાણની રાહબરી હેઠળ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની અધ્યક્ષતા શ્રી બોલુંદરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રતિકભાઇ પટેલે નિભાવી.
વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને જાલીયા ગામના કુલદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સિનિયર શિક્ષકશ્રી રમણભાઈ પટેલ તથા બ્રિજેશભાઈ ડામોરે વિદ્યાર્થીઓને કોચ તરીકે માર્ગદર્શન આપ્યું. અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન શિક્ષકશ્રી જીગ્નેશભાઈએ વિદ્યાર્થીઓને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જીવન અને યોગદાન વિષે માહિતગાર કર્યા.
અંતમાં કુલદીપસિંહ જાડેજા, કમલેશભાઈ પરમાર તથા સરપંચશ્રી પ્રતિકભાઇ પટેલે વિદ્યાર્થીઓને રમતોનું મહત્વ અને તેના લાભો વિષે પ્રેરક પ્રવચન આપ્યા. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી કુંદનસિંહ સોલંકીની દેખરેખ તથા સ્ટાફ મિત્રોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો.