બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયતનો લોકકલ્યાણકારી પ્રયાસ
બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કર્મચારીઓના કલ્યાણ અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. પંચાયતના 6 કર્મચારીઓને તેમની સેવા દરમિયાન સુરક્ષિત રહે તે હેતુસર ₹3,00,000 સુધીની અકસ્માત વીમા પોલિસી અપાઈ છે, જે આગામી 4 વર્ષ સુધી માન્ય રહેશે.
આ પ્રસંગે પંચાયતના સરપંચશ્રી પ્રતિકભાઈ પટેલ, ઉપસરપંચશ્રી દિપેન્દ્રભાઈ રાઠોડ, તલાટી સાહેબશ્રી ઈલેશભાઈ લીંબચિયા, તેમજ પંચાયતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પંચાયત તરફથી જણાવાયું કે આ યોજના કર્મચારીઓના જીવનમાં સુરક્ષાની ભાવના ઉભી કરશે અને તેમની સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ વધારશે. આવનારા સમયમાં પણ ગ્રામ પંચાયત તરફથી આવા લોકહિતના પ્રયાસો સતત કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.



