સમગ્ર ઠાકોર સમાજ દ્વારા યુવા સરપંચ શ્રી નું અને ડેપ્યુટી સરપંચ નું સન્માન કરવામાં આવ્યું🌷💐🌷
ડુંગરેશ બાવજી ના વરગોડા ના પાવન અવસરે સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજના વડીલો, માતાઓ, યુવાનો તથા સમાજના તમામ સભ્યો દ્વારા મને આપેલ આદર, સ્નેહ અને સન્માન માટે હું હૃદયપૂર્વક આભારી છું.
સમાજ ધ્વારા ફૂલહાર પહેરાવી, સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરીને જે માન-સન્માન કરવામાં આવ્યું તે મારા જીવન માટે ગૌરવની ક્ષણ છે. આપ સૌના આશીર્વાદ અને પ્રેમને હું મારા જીવનનો અમૂલ્ય ખજાનો માનું છું.
આ પ્રસંગે મને બોલવા આમંત્રણ આપીને જે સન્માન આપ્યું તે માત્ર વ્યક્તિગત નહિ પરંતુ એક સામૂહિક વિશ્વાસ અને સમાજ પ્રત્યેની જવાબદારીનો પરિચય છે. સમાજના દરેક વડીલો, માતાઓ, યુવાનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
આદરણીય ક્ષત્રિય ઠાકોર સમાજનું એ એક વિશિષ્ટ લક્ષણ છે કે અહીં સદાય સૌહાર્દ, ભાઈચારો અને સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે. આજનો આ કાર્યક્રમ અને તેમાં કરાયેલ સન્માન મારા માટે પ્રેરણારૂપ છે, જે મને આગલા સમયમાં પણ દરેક સમાજ અને ધર્મની સેવા કરવાની શક્તિ પ્રદાન કરશે.
અંતમાં ફરી એકવાર હું તમામ વડીલો, માતાઓ, યુવાનો અને ઉપસ્થિત સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ આપેલા આશીર્વાદ અને સ્નેહથી હું અભિભૂત છું અને પ્રાર્થના કરું છું કે ડુંગરેશ બાવજી આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સતત વરસાવો કરે.
જય શ્રી ડુંગરેશ બાવજી🙏