
મોડાસા: તાલુકા કાનૂની સેવા સમિતિ, મોડાસા દ્વારા મોડાસા તાલુકાની વિવિધ ગ્રામપંચાયતોના માનનીય સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓ માટે એક મહત્વપૂર્ણ કાનૂની જાગૃતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.
આ મિટિંગમાં કાનૂની સેવા સમિતિના માનનીય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબશ્રીએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોમાં કાનૂની જાગૃતિ લાવવી, તેમ જ કાનૂની સહાય પ્રદાન કરતી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદોને કાનૂની સહાય સરળતાથી પ્રાપ્ત થાય.
મહત્વપૂર્ણ રીતે, આ પ્રસંગે બોલુંદરા ગામમાં “કાનૂની સેવા સહાય કેન્દ્ર”ની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી, જે ગ્રામમજનોને કાનૂની માહિતી, માર્ગદર્શન તથા ન્યાયિક સહાય મફતમાં ઉપલબ્ધ કરાવશે.
આવુ આયોજન ગ્રામસ્તર પર ન્યાય અને અધિકાર જ્ઞાનના વિસ્તરણ માટે અત્યંત સકારાત્મક પગલું સાબિત થશે.
#news #bolundra