ટીંટોઇ પોલીસે સરપંચો સાથે સંવાદ કરી સાયબર સાવચેતીથી લઈને ડ્રગ્સ નિવારણ સુધી મહત્વના મુદ્દા પર ચર્ચા
મોડાસા તાલુકાના ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે સરપંચશ્રીઓ અને પોલીસ વચ્ચે વિશેષ પરિસંવાદ યોજાયો...
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આઇ. ચાવડા તથા સ્ટાફે સાયબર સાવચેતી, ટ્રાફિક અવેરનેસ, માર્ગ સલામતી, શી ટીમની કામગીરી, નવા કાયદા અને ડ્રગ્સ નિવારણ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું...
ગ્રામ કક્ષાએ CCTV સ્થાપન તથા માર્ગદર્શન કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી...
પ્રશ્નોત્તરી સત્ર, WhatsApp ગ્રુપ ચકાસણી અને ગ્રુપ ફોટા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો...
આજરોજ પરીસંવાદમાં આવેલ તમામ સરપંચ શ્રીઓને પોતાનો કિંમતી સમયે ફાળવી હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું, તથા ભવિષ્યમાં પણ આવી જ રીતે પોલીસને સાથ અને સહકાર આપશે તેવી આશા રાખું છું.