🏡 બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત – જાહેરનામું
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) બાબતે અગત્યની જાણ
જે કુટુંબો પાસે કાચું મકાન છે અથવા મકાન વિના છે અને જેમના નામે મકાનની આકારણી (Survey)માં નામ નોંધાયેલું છે, તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવું મકાન બાંધવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવશે.
👉 આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા તમામ લાભાર્થીઓએ પોતાનું આધાર કાર્ડની ઝેરોક્ષ
શ્રી રાજુભાઈ દરજી પાસે સોમવાર સુધી જમા કરાવવું.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) – પાત્રતા નિયમો
1. અરજદાર પાસે કાચું મકાન હોવું જોઈએ અથવા મકાન ન હોવું જોઈએ.
2. મકાનની આકારણી (SECC Survey 2011)માં નામ આવવું જરૂરી છે.
3. પરિવારના કોઈપણ સભ્ય પાસે પક્કું મકાન ન હોવું જોઈએ.
4. મકાનનું નિર્માણ પોતાની જમીન પર જ કરવાનું રહેશે.
5. મકાન બાંધકામ સાથે ટોયલેટ બાંધવું ફરજિયાત છે.
6. પ્રાથમિકતા તમામ જાતિના લાભાર્થીઓને આપવામાં આવશે – (SC/ST, OBC, General વગેરે).
📌 લાભાર્થીઓએ સોમવાર સુધી જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.
સરપંચશ્રી પ્રતિભાઈ પટેલ
બોલુંદરા ગ્રામ પંચાયત